QUOTES ON #યાદ

#યાદ quotes

Trending | Latest
10 JUN 2021 AT 13:19

હવે મને આદત છે તારી
તું બોલે કે ના બોલે,
મને નીરખી ના જોવે,
તું હસે કે રોવે..,
બધામાં તું લાગે છે બહું સારી
કારણ કે.. હવે મને આદત છે તારી...

આમ તો ક્ષણ ના ચાલે તારા વિના..
આમ તો સવારના પડે તારા વિના...
જો નીરખું નહીં તારા નયન ને,
તો સાંજ ના પડે મારી...
લાગે હવે અધૂરી જિંદગી તુજ વિના..
કારણ કે.. હવે મને આદત છે તારી....

તારું નિખાલસપણું મને ગમતું...
તારા ગાલના ખાડામાં સ્મિત મારું રમતું...
તારા સપનાંમાં હવે મન મારું ભમતું...
હું દેહ ને તું જીવ મારો, તું પ્રાણ થી પણ પ્યારી...
બસ આમ, તું હવે મને આદત છે તારી....

-


6 APR 2021 AT 1:48


શાને સતાવે
યાદ તારી પ્રીતમ
વિસાર્યા જ ક્યાં..?

કહેવુ કોને
દિલ છે તારી પાસ
ને હું દૂર છું

ભલે અંતર
આપણી વચ્ચે પણ
અંતર એક

પ્રેમપત્ર છે
પાઠવ્યો પ્રીતમને
પ્રીત પુકારે

આંખો બિછાવી
વાટ માં ને કીકીઓ
દ્વારે જડી છે

ઉભી છું હજી
સમ ખાઈને તારા
એ જ વળાંકે

-₹पल

  

-


3 OCT 2020 AT 13:06

જ્યારે કોઈ પ્રેમની પરિભાષા મારા જીવનની આશા થઇ જશે,

ત્યારે આ સ્વપ્ન ની દુનિયા હકીકત થઇ જશે....

-


17 DEC 2018 AT 21:46


મારી તો ફરીયાદ મા જ એમની ફરિ - યાદ છે...

-


29 JUL 2021 AT 22:57

ઘનઘોર વાદળાં ઘેરાયાં છે યાદોના આભ માં,
લાગે છે ભીંજવી જ જશે વિરહના અશ્રુ માં..💦

-


2 FEB 2020 AT 12:42

જો ના દેખું ચહેરો એમનો,
તો આ Dil ડરી જાય...

જેમની ગેરહાજરી,
હૃદયને feel કરી જાય...

જો ન હોય એ સાથે તો,
એમની યાદો નું Reel બની જાય...

'ને મળે જો સાથ એમનો,
તો રંગીન આખીય Mehfil થઈ જાય...

કાશ એવું કોઈ વ્યક્તિ,
મારા હ્રદય ની ખાલી જગ્યા fill કરી જાય...

-


26 OCT 2019 AT 21:45

યાદ આવે છે,
વિતાવેલી એ પળો
સાજન સાથે...

-


3 FEB 2019 AT 20:20

હવે તો ડર લાગે છે
ક્યાંક હકીકતની જેમ સ્વપ્નમાં પણ તુ મારાથી દૂર ન થઇ જાય ,

એક સ્વપ્ન જ તો છે જ્યાં તું મારી સાથે છે...

-


25 APR 2019 AT 19:06

"સપના મારા
તેમાં હાજરી તારી
કલ્પના મારી"!!!

-


3 FEB 2019 AT 20:02

તારી યાદો એ તો મને કલમ નો સહારો લેતા શીખવી દીધુ
અને લાગણીઓને શબ્દોમાં કંડેરતા શીખવી દીધું...

તારી યાદો એ મને તારા વગર જીવતા પણ શીખવાડી દીધું...

-