Pinky Sanghvi   (Shagun)
6.5k Followers · 435 Following

Love to write✒️
🎂 21st July
Joined 28 December 2016


Love to write✒️
🎂 21st July
Joined 28 December 2016
2 HOURS AGO

सागर सी जिंदगी का
बेहतरीन पन्ना हो तुम,
ख्वाब ही सही मगर
दिल की तमन्ना हो तुम।

-


2 HOURS AGO

A relationship is not all about having a handsome boyfriend or a beautiful girlfriend. It's not qbout looking for a perfect person because there is no perfect person, it is not about worthy person because money can not buy love. A relationship is all about finding someone who respect you, who cares you, understand you is proud to have you and love you just the way you are..

-


5 HOURS AGO

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં
કઠિન મુશ્કેલીઓમાં
તૂટતી જીંદગીને
પોતાનામાં સમેટી
વિષમતાઓથી લડી
પીડાથી નિરાશ છતાં ,
પીડામમાં હોતગે હાસ્ય રેલાવી,
દુ:ખમાંથી પ્રેરણા લઈને ,
દર્દને સકારાત્મક વળાંક આપવો
એટલે
જીવન જીવવાની કળા ...

સીધી પીડાદાયક,
પણ હસતી અને રમતી
અપ્રિય ઘટનાઓ વચ્ચે
દબાયેલી લાગણીઓને
સર્જનાત્મક ક્રિયામાં
અભય રહી હિંમત કરી,
પ્રસ્તુત કરવા માટેની
શ્રેષ્ઠ અને સાચી રજૂઆત,
એટલે
જીવન જીવવાની કળા ...

-


5 HOURS AGO

તકલીફ એટલી વધી જશે કોને હતી ખબર,
મૌન થઇ જશે મન કોને હતી ખબર..!

મજબૂતી લાખ ચાહે, જખ્મ આપે દિલને,
પીડામાં પણ હસવું પડશે કોને હતી ખબર..!

કહેવાય છે ફરિશ્તા આવે દિલનું દર્દ હળવું કરવા,
દિલ પર પથ્થર હશે એની કોને હતી ખબર..!

પ્રેમની આ માયાજાળમાં મનડું ચોટ ખાય હંમેશા,
પીડામાં હૈયું વાલોવાશે કોને હતી ખબર..!

બહું મુશ્કેલીભર્યું હોય છે દિલમાં દર્દ ને છુપાવવું,
કોણ કેટલી તકલીફે પસાર થાય છે કોને છે ખબર..!

-


7 HOURS AGO

હાસ્યમાં છુપાયેલી પીડા
ગુસ્સામાં છુપાયેલ પ્રેમ
અને
મૌન થઇ જવાનું કારણ
ના કોઈ જાણી શક્યું...
ના કોઈ જાણી શકશે...

-


7 HOURS AGO

तेरे प्यार की शमा के जलने से ..

-


7 HOURS AGO

उनका शौक़ हैं मोहब्बत के अल्फ़ाज़ पढ़ना..!!
और मेरी तलब हैं उन्हें देखकर मोहब्बत लिखना..!!

-


YESTERDAY AT 11:12

ख़ामोशी को ख़ामोशी से सुन लो अगर, फिर कैसा शिकवा कैसी शिकायत,
बेबस और मजबूर बना दे प्यार अगर तो फिर ये कैसा इश्क कैसी मोहब्बत।

-


YESTERDAY AT 11:07

એક સમયે જે હતી પ્રબળ, આજે વિસરાઈ રહી છે એ ભવ્યતા,
વિસરાઈ રહી સંસ્કૃતિ આપણી વ્યાપી રહી છે નરી શૂન્યતા..

એ ગ્રામ્યજીવન, એ માટીમાં રમવાની મજા જાણે બાળપણની એ ધન્યતા,
વિસરાયું જીવન જોડાણ હવે પાછી આવે એવી નથી રહી કોઈ શક્યતા..

સમી સાંજે વાગે ઝાલર મંદિરમાં ને વાતાવરણમાં પ્રસરાય દિવ્યતા,
નિર્દોષ અને નિશ્વાર્થભર્યા મનમાં જાણે ઓતપ્રોત થાય મુગ્ધતા..

સૂની પડી છે હવે એ પનઘટની કેડીઓ, જ્યાં હતી હવાઓમાં રમ્યતા,
જાહોજલાલી નાશ થઇ રહી, શેષ માત્ર દેખાડાની ઔપચારિકતા..

-


YESTERDAY AT 10:51

કંઈપણ કર પહેલાં કર કર્મદાનની તૈયારી માનવ
શું કરવું શી રીતે કરવું કર એની ખોજ તું માનવ
તૈયાર હોય મન જ્યારે કામ ત્યારે જ થશે સફળ
કર્મદાન હશે સારું તો ફળ અવશ્ય તું પામીશ માનવ..

શાને કરવું? કોના માટે કરવું? શાને તું કરે વિચાર
ખુદને કર સમર્પિત કર્મ કાજે જીવન લક્ષ્ય બનાવ
કારણ હશે મક્કમ કોઈ પણ લક્ષ્ય થશે સફળ
કર્મદાન હશે સારું તો ફળ અવશ્ય તું પામીશ માનવ..

દૃઢનિશ્ચય હશે જો હૈયે તુજ બેડો થશે પાર
અવરોધ નહીં ટકે કદી, તું પોતાને સક્ષમ બનાવ
અડીખમ જો રહેશે મનોબળ કઠિનાઈ થશે સરળ
કર્મદાન હશે સારું તો ફળ અવશ્ય તું પામીશ માનવ..

કારણ છે, નિશ્ચય છે, તૈયારી છે તો ડર શાને
વારો છે કર્મ કરવાનો તો પીછેહટ ના કર માનવ
વિના ડરે, વિના થંભે, કર્મદાન તું કર્યે જા માનવ
કર્મદાન હશે સારું તો ફળ અવશ્ય તું પામીશ માનવ..

-


Fetching Pinky Sanghvi Quotes