Parth Nathwani   (Caged Bird)
3 Followers · 3 Following

Joined 26 February 2019


Joined 26 February 2019
5 MAY AT 1:19

પોતાની વાસ્તવિક્તા સ્વીકારવીમાં આનાકાની શાની
જુદી જ છે જમીન જ્યારે તો આકાશને આંબાવામાં સ્પર્ધા શાની

-


27 APR AT 1:07

આજે પણ વ્યાકરણમાં ભૂલ કરી જાવ છું
અલ્પવિરામ ને પૂર્ણવિરામ વચ્ચેનો ભેદ ભૂલી જાવ છું.

-


28 FEB AT 22:06

કદાચ સમયનો બીજો પર્યાય વિરોધાભાસ છે
મારું આકાશ સીમીત પણ પાંખો વિશાળ છે.

-


7 JAN AT 9:54

મહેક મેં હંમેશા અનુભવી બાગમાં
પણ ના આવ્યું એ મનપસંદ ફૂલ મારા ભાગમાં

-


13 DEC 2023 AT 10:49

એની કલ્પનાઓને મેં શું વાસ્તવિક્તા માની લીધી
મારી ઘણી ખરી વાસ્તવિકતા કલ્પના બની ગઈ.

-


16 AUG 2023 AT 9:50

ગજબ સંયોગ છે નિયતિનો
રાહમાં છૂટેલા રાહગીર મળી ગયા
જયારે તસ્વીરની જંખના પણ છોડી દીધી
ત્યારે દર્શન તમારા થઈ ગયા

-


11 AUG 2023 AT 3:18

કે લોકો મોહી જતા હશે
સફેદ સંગેમરમરના પથ્થર જોઈ
મારું મન તો મોહી ગયું છે
જ્યારથી મે તને ઝુમકા પહેરતી જોઈ

-


30 JUL 2023 AT 19:15

ડહાપણ ના આવી પણ ડહાપણદાઢ આવી
બવ સમજાવયું હૃદયને છતાંય તારી યાદ આવી

-


29 JUL 2023 AT 13:44

હું શા ને કરું તારી સુંદરતાની સરખામણી
ફૂલ ,પતંગિયા, ઉપવન કે ચાંદ સાથે
જયારે નશો ચડ્યો છે તારી સાદગીનો મારી માથે

-


16 JUL 2023 AT 3:17

હજી જીત્યાનો આનંદ હું માણું
ત્યાંતો કોઈ નવી સ્પર્ધાની શરૂઆત હું છું જાણું

-


Fetching Parth Nathwani Quotes