k@rk@r  
736 Followers · 1.1k Following

read more
Joined 1 March 2020


read more
Joined 1 March 2020
15 DEC 2021 AT 21:36

મસ્ત થઈને જીવો તો એક ઝરણું છે જિંદગી,
ને નિસાસો નાખશો તો એક રણ છે જિંદગી !!

-


19 OCT 2021 AT 20:10

એક દાદા હતા એની સમસ્યા એ હતી કે મેં આખી જિંદગી મારા પરિવાર માટે પૈસા કમાવવામાં ખર્સી નાખી કે તેવો સુખ શાંતિ થી જીવી શકે , અત્યારે મારો 60,000 પગાર છે પણ મારા પરિવાર ના લોકો મારી કદર પણ નથી કરતા....

આ સમસ્યા પરથી મને એવું લાગે છે કે તમે ફકત તમારા સંતાનોને પૈસાનું મહત્વ શીખવ્યું. પ્રેમ, હૂફ, લાગણી, સ્નેહ, આદર, સન્માન, લોકોની કદર આવા ગુણોનું મહત્વ શીખવતા જ ભૂલી ગયા એટલે એ પણ તમારા જ રસ્તે ચાલે છે જે તમે અપનાવ્યો ખાલી પૈસા કમાવવાનો.....

લોકો પૈસા પાછળ પડ્યા છે ખાલી પૈસાથી સુખ અને શાંતિ નથી ખરીદી શકાતા તમારી પાસે કરોડો રૂપિયા છે. સોનાનો બેડ છે, પણ ઊંઘ ખરીદી શકશો, સોનાની થાળી છે, ભૂખ ખરીદી શકાશે નહી ને......

પૈસા તમારી જરૂરિયાત છે, સુખ અને શાંતિ માટે ખાલી પૈસા જ જરૂરી નથી .......!!!!!

-


9 SEP 2021 AT 23:38

મારા પપ્પા

"મારા પપ્પાના ચહેરા પર જે કરચલીઓ છે ,
એના લીધે જ મારા કપડા કરચલી વગરના છે"

પપ્પા પોતાના માટે ઓછું પણ ઘરના સભ્યોની
બધી જ જરૂરિયાત પૂરી થઈ જાય એટલા માટે જીવે છે
B.ed માં ગુણો આવતા ભાઈચારાની ભાવના, સભ્યતા, લાગણી, વર્તન વ્યવહાર વગેરે શાળામાં શીખવાડવાના હોઈ પણ મે શાળામાં નહિ પણ મારા પપ્પાના વર્તન વ્યવહાર પરથી શીખ્યા છે.

મને એક પ્રસંગ ખૂબ ગમે છે. મારી બંને બહેનો ના લગ્ન હતાં, તો બધા માટે સોનાની વસ્તુ કરાવી, મારા માટે બુટ્ટી, ભાઈ માટે લકી, મમ્મી માટે ચેઇન, દી માટે ડોકિયું
પણ પોતાના હાથમાં ખાલી બિલ જે એને ચૂકવવાનું બાકી પોતાના માટે કંઈ જ ના કરાવ્યું.

મારા પપ્પાનો સ્વભાવ એવો છે કે પોતાના માટે ઓછું જીવે છે પણ બીજા માટે વધારે જીવે છે, કોઈ મદદ માંગવા માટે આવશે તો પોતાનું કામ પડતું મૂકી ને પેલા મદદ કરવા માટે જતા રહશે.

ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આવા સારા પિતા આપવા બદલ Thank you so much 😊
'પોતે આખી જિંદગી ઘસાઈને અમને ચમકતા હીરા બનાવી આપ્યા' એવા મારા પ્યારા પપ્પા........!!!!

-


8 SEP 2021 AT 21:02

મને આ કરિયાવરનો રિવાજ કે પ્રથા જે કહેતા હોઈ તે પણ મને બિલકુલ નથી સમજાતું કેટલી વસ્તુ લઈ જવાની .....

સાદા એવા તોરણથી માંડીને ફર્નિચર, વાસણ, એમાં પણ પાટલી, વેલણ મતલબ ત્યાં જઈને ઘર જોડવાના છે કે તોડવાના ........

શું ત્યાં જઈને રસોડું અલગ કરવા માટે વાસણ આપતા હશે? બાકી ઘરમાં ચાર કે પાંચ વ્યક્તિ રહેતા હોઈ એમાં એક વ્યક્તિના આવવાથી આટલા બધા વાસણની જરૂર થોડી હોઈ?

'મતલબ કરિયાવર એટલે એક નવા જ ઘરનું સર્જન.'
તે ઘરમાં હું પન્નું જોવા મળે છે, આ વસ્તુ તો હું લાવેલી છું, ત્યાં આપણા પન્નું જોવા મળતું નથી આ આપણું છે એવું અમુક સંજોગોમાં જ જોવા મળે......

"બાકી સાચા દિલથી તમે કોઈ ને તમારા ઘરના મહેમાન નહિ પણ સભ્ય બનાવવા માંગતા હોય ને તો કરિયાવર નહિ, બસ એ વ્યક્તિ જે કોઈની દિકરી છે બસ તેની જ જરૂર હોય છે,કારણ કે તે દિકરી પોતાના પરિવાર ને છોડીને આવતી હોઈ છે એમાં પણ એના પપ્પા જે કડી મહેનત કરીને, દિન રાત એક કરીને જે કરિયાવર કરાવે છે એ લાવવાનો કદાસ એને કોઈ શોક હોતો નથી"........

કદાસ એ વાસણ લઈને નઈ આવે તો કંઈ જાજો ફરક નહીં પડે પણ જો એ સારા વિચારો લઈને આવશે તો તમારા ઘરમાં જરૂર પરિવર્તન રૂપી પ્રકાશ ફેલાવશે જેનાથી વાતાવરણમાં જરૂર સુધારો આવશે..........

-


1 SEP 2021 AT 20:52

જિંદગીની આ જાદુગરી છે એ નાજુક છે, કીમતી છે, અણધારી છે, દરેક નવો દિવસ એક ગિફ્ટ છે જરૂરી નથી કે એ નવો દિવસ આવશે જ....
બધા લોકો જેવી જોવા માંગે છે એવી જિંદગી જીવવા કરતાં તમારે જીવવું છે એમ જીવો. તમારી ચોઇસની જીંદગી વિચિત્ર લાગે તો પણ it's ok......

-


28 APR 2021 AT 13:21

...✍

*સમય હંમેશા*
*આગળ વધતો જ જાય છે.*

*કારણ કે,*

*ઘડિયાળના કાંટા*
*એકબીજાને નડતા નથી.!!*

-


24 MAR 2021 AT 19:45

प्यार में नशा था
या
नशे में प्यार था🙄

-


23 JAN 2021 AT 15:56

आपने सही सुना था औरतों की अकल घुटनों में होती है क्योंकि शरीर का पूरा आधार घुटने पर ही होता है

-


21 JAN 2021 AT 15:06

ख़ुद से बात करना सीख लीजिए
वरना आप एक बेहतरीन इंसान को खो देंगे

-


10 DEC 2020 AT 21:26

મળી ગઈ છે પોતાનામાં જીવવાની આવડત ,
બાકી રહેલી જિંદગી હવે જીવી લેવી છે

-


Fetching k@rk@r Quotes