janhavi prajapati   (Nirjhar)
151 Followers · 55 Following

Instagram page __nirjhar___
Joined 16 June 2019


Instagram page __nirjhar___
Joined 16 June 2019
10 JAN 2022 AT 23:24

પ્રશંસા ના સહી પણ કદર તો કરવી હતી,
હસવું ન હતું ફક્ત બે વાતો બોલવી હતી.

જાણુ છું કે અહંકારનો અંધકાર મસ્તિષ્ક પર ચડ્યો છે,
પણ દિલ ના અજવાળે માણસાઈ તો ઓળખવી હતી.

-


9 JAN 2022 AT 20:30

શણગારેલા સપના તૂટતા જોયા છે,
રાહ બદલતા સંબંધો છૂટતાં જોયા છે,
લાખો તારા તૂટ્યા હશે આસમાની મહેફિલમાં,
તોય વધઘટ પછી ચાંદને હમેશાં ખીલતા જોયા છે.

-


30 DEC 2021 AT 8:23

જાગરણ કર્યા રાતોરાત પણ નજર ના આવે કાન્ત,
સુરજ બની આવ્યા એ લઈ મારી ઝળહળતી પ્રભાત.

વિરહ નીતરતે ચક્ષુઓએ ભરી અશ્રુની ખારી ગાગર,
હરખતે હૈયે લાવ્યા એ પ્રેમનો મીઠો મહીસાગર.

નાચીઝ હું ન આપું કાઇં પણ સ્નેહ મારો અગાધ,
એ હાથોમાં ધરી ચાલ્યા ખુદના અમુલ્ય દીલની સોગાદ.

-


25 OCT 2021 AT 20:38

ભુલ થઈ...

ભુલ છે મારી કે જિંદગી ને જીવી ન શક્યો,
સુખ દુખના સમયને સમજી ન શક્યો.
ભુલ થઈ મારી જીવન માણી ન શક્યો....

ફરિયાદોના વંટોળાથી બહાર આવી ન શક્યો,
બુલંદી જોઈ પણ પહેચાન બનાવી ન શક્યો.
ભુલ થઈ મારી જીવન માણી ન શક્યો....

સાચા સંબંધોની લાગણી ઓળખી ન શક્યો,
સોનું હતું કે પિત્તળ ચમકથી પારખી ન શક્યો.
ભુલ થઈ મારી જીવન માણી ન શક્યો....

ભાગ્યો પૈસા માટે ને સ્વાસ્થ્ય જાળવી ન શક્યો,
ભવ ખર્ચાયો ને ખુદનો ઉધ્ધાર કરી ન શકયો.
ભુલ થઈ મારી જીવન માણી ન શક્યો....

સંકટો પાર પાડયા પણ મદદગાર ન બની શક્યો,
તીજોરી ભરી પણ ભક્તિ ભાતું ભરી ન શક્યો.
ભુલ થઈ મારી જીવન માણી ન શક્યો....

-


11 OCT 2021 AT 14:24

કરવાને બધું કરી શકુ છું પણ તારી ઈચ્છાઓને મહત્વ આપું છું,
જબરદસ્તી ના સંબંધો નથી જોતા તારી લાગણીઓને માન આપું છું.

તડપ પડશે સાચાં સાથની એટલે મારો હાથ ખાલી રાખું છું,
નજર ઉઠાવી જોઈ લેજે ફક્ત તારા માટે દિલનો દરવાજો ખુલ્લો રાખું છું.

-


10 OCT 2021 AT 19:08

It give us chance to set goal for next sunrise...

-


10 OCT 2021 AT 19:05

વ્યસ્ત છું એટલે મસ્ત છું,
નહીં તો એની યાદોમાં અસ્ત થઈ ચુક્યો હોત.

-


10 OCT 2021 AT 18:50

Hold your hand in tough time....

-


10 OCT 2021 AT 14:11

Your memories... ❤

-


1 OCT 2021 AT 20:31

Seems together but,
Mentally far away.....

-


Fetching janhavi prajapati Quotes