Megha Sisodiya   (Megha Sisodiya)
1.9k Followers · 38 Following

read more
Joined 14 May 2020


read more
Joined 14 May 2020
AN HOUR AGO

કાષ્ઠ માને કે વળગ્યું છે હેત કેવું,
એ ઉધઈ જાણે સોના પરની મેખ નામે કાંસુ..

લોક જાણે આ કલયુગમાં કરે કેવું,
હોય અયોગ્ય પણ સતકર્મ નામે કંઈ ત્રાસું..

નફો મેળવવા મારે એ વલખાં,
પહોંચી વળે બધે બતાવી પોતાનું પ્રબળ પાસું..

તળબોળ ભિંજાવે હૈયું જે સાગરમાં,
પણ સૌ અજાણ કે આ 'વીશ' નામે 'બનાવટી આંસુ'..

-


YESTERDAY AT 14:52

કલ્પનાઓના કસબામાં તને કસકસીને બાંધુ છું,
હકીકતમાં તો હું ક્યાં દોર તાણું છું..

તણખલાં જેટલું ભાર તું સહે તો હું આભારી છું,
કેટલી છું ખમતીધર એય જાણું છું..

દેખાય ન નરી આંખે એવી પાંપણે પાળ બાંધુ છું,
બંધ નયનોનાં દરિયામાં ડૂબું છું..

હીબકાં ભરતાં કંઠે તને સ્વર કહેવા કેટલું મથું છું,
અધરમાં જ શબ્દોનો શ્વાસ રુંધુ છું..

મનની મેડીઓ પર ધૂળ જામતાં હું ખુદથી જ રૂઠું છું,
ખંખેરી રજ પછી મ્હેક સી પ્રસરું છું..

હું તો કલ્પનામાં જાણે અમથી જ વાછંટથી ભીંજુ છું,
વરસસે કે ન નહિ બસ એ જ અસમંજસમાં,
તુજ યાદોથી ઝઝૂમું છું...

-


16 MAY AT 21:00

નજારો મજાનો, આ જોવે છે દુનિયા,
હજારો ખજાનો, આ લૂંટે છે દુનિયા,

ઘૂંટીને દમ લાગણીના, મચીને મૂડી મહિં,
સજાવી બજારો, સંબંધ શોધે છે આ દુનિયા...

-


15 MAY AT 21:19

કરામત કરે છે કુદરત કંઈ કેવી,
હઠીલાંને અર્પે છે હળવાં,
અને મોજીલાને માથે મસ મોટાં વ્હાણ છે..

-


5 MAY AT 18:34


વાદળ ઘસ્યું કાજળ ધર્યું છે નયનોમાં,
એથી જ પાંપણોમાં દરિયા સમ ભાર છે..

વહી નદીઓ'ને તું સમજે ઝાંઝવાના જળ ભલે,
આ સમૃદ્ધ દરિયો પણ જાણે તુજ મન ખાર છે..

-


3 MAY AT 20:06

ફક્ત
' મારો અધિકાર ' શબ્દ
બોલવાના ડરમાં રહીને જ
એક સ્ત્રી
.
.
.
માત્ર ' ફરજદાર ' બનતી રહી...

-


2 MAY AT 21:39


મહેફિલ, મિજબાની અને મિજલસોને મોકૂફ રાખતી આ અમીધારા..
તન-મન તૃપ્ત થતું જ્યારે કલમ થકી સૂર સમ વહેતી આ શબ્દધારા..

-


29 APR AT 6:48

ઈશ્વરે સર્જી છે આ કેટલી જાહોજલાલી,
નાહકનો માનવ ભાગે સ્થાવળ-જંગમ વસ્તુ કાજે,
પુષ્પ, પાન, પર્વત,પવન,પ્રકૃતિમાં ઝૂમીને,
અંતે તો સઘરું ત્યજવું પામર જીવનના અસ્તુ કાજે..

-


26 APR AT 8:09

જીતીને જંગ એમને જગ ગજવ્યું મસમોટા માથે,
કહેજો પાછું એ પણ કે લડાઈ હતી પરપોટા સાથે.

-


14 APR AT 21:28

ઉજરડા કોમળ ઉર પર એટલાં થયા,
વસંતે ઝાડ-પાન, ડાળી ડાખરાં થયા...

-


Fetching Megha Sisodiya Quotes