QUOTES ON #સ્મૃતિ

#સ્મૃતિ quotes

Trending | Latest
6 OCT 2018 AT 18:56

લાગણી જાગી જ્યારથી ત્યારથી તું વસે છે મારા દિલ માં ,
પ્રેમ પ્રવાહ સતત વહેતો રહે કાયમ દિલ માં તો પણ ઘણું છે .

અવરોધ રૂપી વાવઝોડા અને અપવાદ રૂપી અથડામણ વચ્ચે ,
ઘણાં આવશે ને જશે પણ તારું સ્થાન અકબંધ છે મારા આ દિલ માં .

મારા જીવન ની સર્વશ્રેષ્ઠ અમાનત સાચવી ને રાખી છે મારા દિલ માં ,
વર્ષો થી સાચવી રાખેલી સ્મૃતિ ની ગરિમા જળવાય તો પણ ઘણું છે .

દિલ ખોલી જોઈ લે તુજ પ્રેમ ની ઝાંખી મળશે તુજને જોવા ,
સમય નો સંગાથ મળે ના મળે તારો સાથ મળે તો પણ ઘણું છે .

દુનિયા થકી અમૃત મળે એવી નથી કોઈ આસ મુજ જીવન માં ,
તુજ થકી એક આછું સ્મિત આ હોઠો પર ખીલે તો પણ ઘણું છે .

આ દુનિયા થી મળી છે નફરત ભલે જીવન માં તુજ પ્રેમ નો સહારો મળ્યો ,
જીવન માં ઈશ્વર ના દર્શન મળે ના મળે અંતર માં તારી તસ્વીર મળી એ ઘણું છે .

-



कैसे मिटा पाओगे
हमारी पुरानी यादें...
यादें तो मीट जायेंगी लेकिन
कैसे भूल जाओगे जो दिल
ने कीये थे दिल से कुछ वादें...

-


20 MAY 2020 AT 12:14

એક તારી જ આંખો ની નજર મુજ આંખ સાથે ટકરાઈ ગઈ,
બસ ત્યાર થી જ આપણી નજર એકબીજા માં સમાઈ ગઈ.

કાંઈ કહ્યા વિના પ્રેમ ની વાત એકબીજા ને સમજાઈ ગઈ,
તારા હેત ની હેલી થી આ પગલી ની ઊર્મિઓ જાણે ભીંજાઈ ગઈ.

ચહેરા નું સ્મિત મંદ પ્રેમ ના અવિરત વહેતાં પ્રવાહ માં હું તણાઈ ગઈ,
તારી યાદ ની સ્મૃતિઓ જાણે મારા હૃદય માં કંડારાઈ ગઈ.

તારી સાદગી પર દલડું મારું હારી 'શગુન' તુજ પર વારી ગઈ ,
સાથ પામી સફળ થઈ તુજ પ્રેમ માં પરી ની યાદોં મુજ હૈયે અંકાઈ ગઈ.

-


4 NOV 2020 AT 23:22

સાંભળ ને,
તારી સ્મૃતિ એક ક્ષણ વિસરાતી નથી...
તો આખી જિંદગી કેમ વિતાવીશ?🤔

-


4 JUN 2022 AT 12:46

અણધાર્યો કોઈ કહેર થયો ને ...
સમય પ્રાણ સંગે વહી ગયો ,
પણ
સ્મૃતિ કેરા પડદા પાછળ
એક મીઠો ટહુકો રહી ગયો

-


4 APR 2021 AT 6:43

સહેજ આંખ બીડતાં ઉપસી આવે,
મનને હવે એ સ્મૃતિ વિસરાઈ ગઈ?
એક ઝલક જોતાં જ લય ખોરવાય,
હૃદયને હવે એ પ્રવૃત્તિ વિસરાઈ ગઈ?
મસમોટી ગુંચો ઉકલી જતી પળમાં,
હવે એ અભિવ્યક્તિ વિસરાઈ ગઈ?
પથ્થર પર કોતરી હતી અમર થવા,
ક્યાં હવે એ આકૃતિ વિસરાઈ ગઈ?
અકળ મૌન પણ કળી જવાતું હતું,
ક્યાં હવે એ પ્રકૃતિ વિસરાઈ ગઈ?

-


21 NOV 2018 AT 19:10

હા તમને જોયા ને મારા માં એક આશ જાગી
ઝીંદગી માં મને નવી ઉમંગ ની હેલી વર્તાણી

સમય ગયો તમારી સાથે ઘણો મારો વીતી
તમારા માંજ મેં જાણે આખી દુનિયા જીતી

ખબર નથી કેમ કરી હું જીવું છું આજ ઘડી
આંખ પણ મારી તો થાકી છે હવે રડી રડી

ભુલાવી દરેક અપાયેલા મને દર્દ જાત મેં પંપાળી
તમારા માંજ મને ઘણી યાદગાર સ્મૃતિઓ દેખાણી

-



સ્મૃતિપટ પર હવે રહી જાશે;
2023 પાછળ થઈ જાશે.

ગણતરીના છે દિન બાકી;
પછી ભૂતકાળ બની જાશે.

સ્મૃતિપટ પર ,યાદોની વિરાસત ;
મહામૂલ્ય હતી, તે છાપ રહી જાશે.

બસ...! ગણતરીના બેચાર દિન બાકી;
પછી, 2023ને ચપટીમાં ભૂલી જાશે.

ધર્મ,કર્મના સંસ્કાર જેના હૈયે વસે;
તે સ્મૃતિના ભંડારમાં,કંઈક ! નવું ભરી જાશે.

Bindu....✍️
*********

-


18 JAN 2020 AT 7:41

તારી સ્મૃતિમાં હું હતી અને
તારા સ્પર્શ નો અહેસાસ થયો.

-


9 OCT 2019 AT 20:18

ભૂલે ભુલાય નહીં એવા અનુભવો ક્યારેક જીંદગીમાં થાય છે,
પણ એ જીંદગીમાં માત્ર એક મીઠું સંભારણું બની રહી જાય છે,
ફિક્કું પડી ગયું મારું વ્યક્તિત્વ એની સામે,
સુરજ સમાં એના તેજ સમક્ષ અંજાયી ગઈ હુ જાણે.
અમુક ક્ષણો વિતાવેલી પણ જિંદગીભર ની યાદો બની જાય છે,
પૂરતી બની જાય છે આ યાદ,માત્ર સ્મૃતિમાં તેની જિંદગી વિતાવવામાં.

-