હું મુસીબતોને હરાવતો યુવાન છું,
લોકોનાં દિલમાં વસતો જવાન છું.
હું પ્રગતિનો હરહંમેશ સિદ્ધાંત છું,
લોકોનાં જ્ઞાનની દિશામાં વેદાંત છું.
હું દેશદાઝની ભળભળતી આગ છું,
લોકોનાં મનમાં આશાઓનો રાગ છું.
હું ભવિષ્યના ભારતનો પરિચય છું,
લોકોના દિલમાં શક્તિનો સંચય છું.
-