લખી જાણતો જે વાત, એ વાત કઈ હતી?
રહેતો જે રાતનો રઘવાટ, એ રાત કઈ હતી?
ખૂટી પડયા છે શબ્દો હવે લખવા માટે,
જે બેસતા જ સરી પડતી, એ રજૂઆત કઈ હતી?
લખી જાણે એ, જેણે દર્દ વિતાવી લીધું હોય,
વિતાવી છે ક્ષણો અનેક પણ, એ ઘાત કઈ હતી?
'વાહ' કહી વધાવી તો લીધા એમણે,
અટક બોલી પૂછી પણ લીધું, એ જાત કઈ હતી?
ચાલતો રાખે છે કાંટો ઘડિયાળનો એ,
આજે ચાલે છે, કાલે દોડીશ અને પછી ઊડીશ પણ,
ખાલી એ યાદ રાખજે કે, એ લાત કઈ હતી?
-