તારા સાથે એક મુલાકાત લેવી છે,
નસીબ માં નથી તું પણ તને બાહો માં લેવી છે,
તારા ઝુલ્ફો ની મને સુંગધ લેવી છે,
તારા કોમળ સ્પર્શ ની યાદ લેવી છે,
તારા સાથે એક મુલાકાત લેવી છે,
તું એક ઘૂઘવતો દરિયો છે તને પાર કરવા એક નાવ લેવી છે,
તારા પગ ના ઝાંઝર ની ઝણકાર લેવી છે,
તારા હાથ ના મિસ્ટાન ની સ્વાદ લેવી છે,
તને દૂર થી જોઈ મારી નજરો માં કેદ લેવી છે,
તારા સાથે એક મુલાકાત લેવી છે,
તું પવન નો સુસવાટો છે તારા સાથે ઉડવા એક પતંગ લેવી છે,
તારી નજરો માં લાગાવેલી કાજલ લેવી છે,
તારી સંગાથ માં વિતાવેલી પળો સાથે લેવી છે,
તું કદી ભૂલી ના શકે એવી એક મીઠી ભેટ લેવી છે,
તારા સાથે એક મુલાકાત લેવી છે.
-